________________
૩૦૪
કૃષ્ણજી મનમાં આનંદ પાવે. જીએ માતાજી જીએ; 9 વળતા કૃષ્ણજી ઈમ કહે છે, સાંભળો મેરી માઈ, દેવરૂપ કુંવર હશે , દેજે મુજ વધાઈ. દેજે મુજ વધાઈ માત, પુત્ર હશે જગત વિખ્યાત મનમાંહે રાખે તમે સુખશાતા, માતાજી થશે મુજ લઘુ ભ્રાતા. જીઓ માતાજી જીઓ. ૮ વયણ સુણી કૃષ્ણજી તણા હે, ઉપને મન આણંદ, વળતિ દેવકી ઈમ કહે હો, તું તે મુજ કુળચંદ. તું તે મુજ કુળચંદરે ભાઈ, મારી ચિંતા દુર ગરમાઈ, કૂણે સંતોષી નિજ માઈ, પછે સુખ વિલસે આવસે જાઈ. જીએ કાનાજી
ઓ. ૯ ઈણિ અવસરે દેવથી ચવિ છે, દેવકી ઉદર ઉત્પન્ન, સિંહ સુપન દેખી કરી છે, મનમાં હુઈ સુપ્રસન. મનમાં હુઈ સુપ્રસન્ન ભાગી, જાઈ પિયુને પુછવા લાગી; પિયુ કહે સુણ તું વડભાગી, પુત્ર હશી તુમ ગુણને રાગી. જીઓ માતાજી જીઓ. ૧૦ એહ વચન દેવકી સુણ હે, સુખે ગુમાવે કાળ; સવાનવ માસે જનમીયે હૈ, કુંવર અતિ સુકુમાળ. કુંવર અતિ સુકુમાળ દેખીને, નામ દીએ. ગજસુકુમાળ હરખીને, હરખ પામે દેવકી નીરખીને, રીજે સહુ કોઈ ગુણ પારખીને. જીઓ કુંઅરજી છએ. ૧૧ હવે માતા નિજ પુત્ર શું છે, રઈ રમાડે બાળ મનના મનોરથ પુરવે છે હાથે હાથ વિશાળ. હાથે હાથ વિશાળ બાઈ, રમાડે માતા હરખ ઉમાઈ, હાલરડાં ગાય, દીન ગમાવે રાજી થાય, જીઓ કુંવરજી જીએ; ૧૨ ગજસુકુમાર માટે થયે છે, બહુ ઉછરંગે ભણાય રૂપ વિચક્ષણ જાણીને હે,