________________
1
૨૦૦
દુહા. મુનિ વચન શ્રવણે સુણી, ચિતે ચિત્ત મઝાર એહ પરિવાર તજી કરી, લીધે સંયમ ભાર. ૧ હાથ જોડીને વિનવે, સાંભળજે મુનિરાય કિયા દુઃખથી તમે નિકળ્યા, તે દેજે મુજ બતાય. ૨
ઢાળ ૩ જી. ખમ ખમ મુજ અપરાધ એ દેશી.
જાતે કાલ ન જાણતાં, સાંભળરે બાઈ, રહેતા મેહ લ મેઝાર; દાસ દાસી પરિવારજી, વળી બત્રીસ બત્રીસ નાર, સાંભળસે બાઈ, મ કરીશ મન ઉચાટ. એ આંકણ. ૧ ભગવંત નેમ પધારીયા, સાં સાધુને પરિવાર, અમે ભગવંત નેમ વાંદીયાજી, વળી સુણી ધરમ વિચાર. સાંઇ મ૦ ૨ વાણી સુણી વેરાગીયા, સાંવ જાણ્યા અવિર સંસાર; સુખ જાણ્યાં સહુ કારમાં, અમે લીધો સંયમ ભાર૦ સાં મ૦ ૩ ચાર મહાવ્રત આદર્યા, સાં. ચારે મેરૂ સમાન તજી સંસાર સંયમ લીયેજી, દિયે છકાયને અભેદાન. સાં. મ૦ ૪ માતા મેલી અમે પુરતી, સાં. તજી બત્રીસે નાર; સઘળાં વલવલતાં રહ્યાં છે, મેંતે છોડ દીયે સંસાર સાંઇ મ૦ ૫ છઠ્ઠ છઠ્ઠને પારણે, સાંવ જાવ જીવ નિરધાર; અંતર હિમારે કે નહીં, છે એ તપ તણે વિચાર. સ. મ. ૬ આજ છઠ્ઠને પારણે, સાં આવ્યા નયરી મેઝાર; દેય દેય મુનિવર જુજુવાજી, સાંઈમ આવ્યા ત્રીજીવાર, સાંભળ રે બાઈ મ. ૭ | દુહા. વળી વળી કીધ વિનંતિ, તમે મેહટા મુનિરાય, ઘરમાં તે શે પડ્યો, તે દેજે મુજ બતાય