________________
૨૮૪
-નહિ બેલે તે તાતજી રૂષભની આણજે, નેહભરી દષ્ટિથી મુજને ભેટશે, જેથી મારે જશને ઊગે ભાણજે. ભરત કહે. ૭ શું મોટું લઈ જાવું વિનીતાપુરીમાં? ભાઈ વિના મને લાગે શૂન્ય સંસાર; ધ્રુસકે રડતાં કંઠથી અક્ષર ત્રુટતાં, ચકીની આંખે અશ્રની પડતી ધાર. ભરત કહે. ૮ લઘુ ભ્રાતાના રાજ્ય કરાવ્યા ખાલસા, તુજ સાથે લડી રુધિરની કરી નક, રાજ્ય-મદે ભાઈ ભાઈને સ્નેહ તજવીયે, લેભના વશથી ભવની ન રાખી બીક. ભરત કહે ૯ રાંડ્યા પછી તે ડહાપણ આવે લેકમાં, એ કહેવત મને, લાગુ પડતી થાયજે; પશ્ચાત્તાપને પાર નથી હવે ઉરમાં, મુજ અંતરમાં, સળગી ઉઠી લાયજે. ભરત કહે. ૧૦ મેહ ને ખેદના વાક્ય, ભરતના સાંભળી બેલે બાહુબળી સાંભળ ચકી નરેશ રાજ્ય રમા ને રમણ–રાગ ક્ષણિકતા, જાણે લીધે મેં સાચે સાધુ વેષજો. (બાહુબલી બેલે છે ભારતની આગળ). ૧૧ ખેદ તજીને રાજ્ય ભરતનું ભેગવે, મારું વ્રત છે હસ્તીની રેખા સમાન; લખ્યું હતું તે આવ્યું અમારા ભાગ્યમાં, સત્ય વસ્તુનું આજે થયું મુજ ભાનજે. બાહુબલી. ૧૨ ભગિની ભ્રાતા પિતાના માર્ગે સહુ ગયા, ત્યાગ વિરાગ ને ધર્મના થઈને જાણજે; તત્વરમણતા અનુભવ જ્ઞાનની ભૂમિકા, મુનિ મારગ છે અમૂલ્ય ગુણની ખાણજે. બાહુબલી. ૧૩ મુનિ મક્કમતા જોઈ ભરતજી વાંદતાં, સ્તુતિ કરતાં વિનીતાપુરમાં જાય, નિર્લેપ રહીને, નીતિથી રાજ્ય પાલતાં, ઉદય કરવા ગુણીના નિત્ય ગુણ ગાય. બાહુબલી. ૧૪