________________
પ્રભુનું સર્વજ્ઞત્વ સુચન,
किं वा मुधाऽहं बहुधा सुधाभुक्पूज्य त्वगने चरितं स्वकीयं । जल्पामि यस्मात् त्रिजगत्स्वरुपनिरुपकस्त्वं कियदेतदत्र ॥ २४ ॥
અથવા નકામું આપ પાસે નાથ શું બકવું ઘણું, હે દેવતાના પૂજ્ય! આ ચારિત્ર મુજ પિતાતણ જાણે સ્વરૂપ ત્રણ લોકનું તે માહરૂ શું માત્ર આ? જ્યાં કોડને હિસાબ નહિ ત્યાં પાઈનીતે વાત કર્યા.
અર્થ–દેવને પૂજવા ગ્ય હે પ્રભુ! મારૂં ચારિત્ર આપની સન્મુખ હું આથી વધારે નકામું કેટલુંક કહું? કારણ કે આપતે ત્રણ જગતનાં સત્ય સ્વરૂપને પ્રત્યક્ષ દેખી શકે છે, તે પછી મારૂં ચારિત્ર આપ જાણે તેમાં તે શું નવાઈ ?