________________
ભૂત, વર્તમાન તથા ભવિષ્ય ત્રણે જન્મ
હું તે હાર્યો !! पूर्वे भवेऽकारि मया न पुण्यमागामिजन्मन्यपि, नो करिष्ये । यदीद्रशोऽहं मम तेन नष्टा,
भुतोदूभवद्भाविभयत्रयीश ॥ २३ ॥ મેં પરભવે નથી પુણ્ય કીધું ને નથી કરતો હજી, તો આવતા ભવમાં કહો કયાંથી થશે હે નાથજી; ભૂત ભાવીને સાંપ્રત ત્રણે ભવ નાથ હું હારી ગયા,
સ્વામિ ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો. - અર્થ-આગલા ભવમાં મેં કાંઈ પુણ્ય કર્યું નહિ; તેમ હવે ભવિષ્યમાં કરી શકીશ પણ નહિ; હે ત્રણ જગતના નાથ ! હું તે આવો હેઈને મારા ભૂત વર્તમાન તથા હવે પછીના બધા જન્મ વ્યર્થ ગયા–નાશ પામ્યા (પૂર્વ ભવે પુણ્ય કર્યું હોત તો અહીં ધર્મ કરી શકત. અહીં ધર્મ કરત તે આગળના ભાવમાં સારી સામગ્રી મળત, તેથી ત્યાં પણ ધર્મ કરી શકત; આમ ન થવાથી મારા તે ત્રણે ભવ બગડયા.)