________________
સંસારસમુદ્રને પાર ઉતારવા માટે
સાધનને અભાવ.
वैराग्य रंगो न गुरुदितेषु, न दुर्जनानां वचनेषु शांतिः । नाऽध्यात्मलेशो मम कोऽपि देव. तार्यः कथंकारमयं भवाब्धिः ॥ २२ ॥
ગુણ વાણીમાં વૈરાગ્યકેરે રંગ લાગ્યું નહિ અને, દુર્જનતણ વાકયે મહીં શાંતિ મળે કયાંથી મને? તરું કેમ સંસાર આ અધ્યાત્મ તો છે નહિ જરી, તુટેલ તળીયાને ઘડે જળથી ભરાયે કેમ કરી?
અર્થ –ગુરૂમહારાજનાં વચનથી મારા મનમાં વૈરાગ્યને રંગ જાયે નહિ, તેમજ દુર્જનનાં વા સાંભળી હું શાંતિ રાખી શકે નહિ; હે દેવ અધ્યાત્મ જ્ઞાન જેવું તે મારામાં જરા પણ છેજ નહિ, ત્યારે આ સંસાર સમુદ્ર મારાથી કેવી રીતે તરી શકાશે?