________________
૫
મારા જન્મની નિષ્ફળતા..
स्थितं न साघोर्हृदि साधुवृत्तात्, परोपकारान्न यशोऽजितं च ।
कृतं न तीर्थेोद्धरणादिकृत्यं मयामुधा हारितमेव जन्म ॥ २१ ॥
હું શુદ્ધ આચારા વડે સાધુ હૃદયમાં નવ રહ્યો, કરી કામ પર ઉપકારના યશ પણ ઉપાર્જન નવ કર્યાં; વળી તીર્થના ઉદ્ધાર આદિ કાઈ કાર્યો નવ કા, ફોગટ અરે આ લક્ષ ચારાશીતા ફેરા ફર્યા.
અઃ—સારા વર્તનથી ઉત્તમ પુરૂષના હૃદયમાં મેં સ્થાન ન મેળવ્યું, બીજાનું ભલું કરી મેં કીતિ પણ પ્રાપ્ત ન કરી, તીર્થોદ્વારાદિક કાર્યો પણ મેં ન કા, મે' તે મારા જન્મ વ્યર્થ ગુમાવ્યે ! !