________________
વિપર્યાસ બુદ્ધિ
सद्भोगलीला न च रोगकीला, धनागमो नो निधनागमश्च । दारा न कारा नरकस्य चित्ते, व्यचिंति नित्यं मयकाऽधमेन ॥ २० ॥
મેં ભોગ સારા ચિંતવ્યા તેગ સમ ચિંત્યા નહિ, આગમન ઈછયું ધનતણું પણ મૃત્યુને પ્રીછયું નહિ, નહિ ચિંતવ્યું મેં નક કારાગ્રહ સમી છે નારીઓ, મધુબિંદુની આશામહીં ભય માત્ર હું ભૂલી ગયો.
અર્થ –મારા અંતરમાં સુંદર ભોગને મેં અમે ચિંતવ્યા, પરંતુ રોગની ખાણ તરીકે તેની મેં ચિંતવના ન કરી, ધન પ્રાપ્તિને મેં વિચાર કર્યો, પરંતુ તે મૃત્યુને બેલાવવા જેવું છે તે ભૂલી ગયે; સ્ત્રીઓને ઉહાપોહ કર્યો, પરંતુ તે નરકનું બંદીખાનું છે તેનું ભાન મને અધમને કદિ પણ ન થયું.