________________
જૈન ધર્મ પામ્યા છતાં કલ્પવૃક્ષાદિકની
કરેલી પૃહા.
चक्रे मयाऽसत्स्वपि कामधेनुकल्पद्रुचिंतामणिषु स्पृहार्तिः । न जैनधर्मे स्फुटशर्मदेऽपि, जिनेष मे पश्य विमूढभावम् ॥ १९ ॥
હું કામધેનુ કહપતરૂ ચિંતામણીના પ્યારમાં, ખેટાં છતાં ઝંખે ઘણું બની લુબ્ધ આ સંસારમાં, જે પ્રગટ સુખ દેનાર ત્યારે ધર્મ તે સે નહિ, મુજ મૂખ ભાવને નિહાળી નાથ કર કરૂણા કંઈ
અર્થ-કામધેનુ, કલ્પવૃક્ષ અને ચિંતામણિ જેવી ચીજો ખોટી હોવા છતાં મેં તેના ઉપર આસકિત કરી–તે મેળવવા પ્રયાસ કર્યો, પરંતુ પ્રત્યક્ષ સુખ આપી શકનાર જનધર્મને વિષે મેં આસક્તિ ન કરી; હે પ્રભુ ! મારી મૂર્ખાઈ તે જુઓ ! ! !