________________
મારાથી હારી જવાયેલ મનુષ્ય જન્મ.
न देवपूजा न च पात्रपूजा, ન શ્રાદ્ધધર્મશ્ચ ન સાધુધર્મ लब्ध्वापि मानुष्यमिदं समस्तं, कृतं मयाऽरण्यविलापतुल्यं ॥ १८ ॥
મેં ચિત્તથી નહિ દેવની કે પાત્રની પૂજા ચહી, તે શ્રાવકે કે સાધુઓનો ધર્મ પણ પાળે નહિ, પાપે પ્રભુ નરભવ છતાં રણમાં રડ્યા જેવું થયું,
બીતણા કુત્તો સમું મમ જીવન સહુ એળે ગયું.
અર્થ–મેં ન કરી દેવની પૂજા, તેમ મેં ન કરી પાત્રની પૂજા (સુપાત્ર દાન દેવું ); ન કરી મેં શ્રાવકધમની ઉપાસના; તેમ ન કરી મેં સાધુ ધમની પ્રતિપાલના; મનુષ્યજન્મ પામીને તે જંગલમાં કરાતા રૂદનની માફક મેં નિષ્ફળ ગુમાવ્યા.