________________
આપની વાણીની હાજરી છર્તા અન્યની
વાણુંને કરેલ સ્વીકાર.
नाऽत्मा न पुण्यं न भवो न पापं, मया विटानां कटुगीरपियम् ।। अधारि कर्णे त्वयि केवलार्के परिस्फूटे सत्यपि देव धिङ्माम् ॥ १७ ॥
-
-
આત્મા નથી પરભવ નથી વળી પુણ્ય પાપ કશું નથી, મિથ્યાત્વીની કટુ વાણી મેં ધરીકાન પીધી સ્વાદથી; રવિસમ હતાં જ્ઞાને કરી પ્રભુ આપશ્રી તે પણ અરે, દવે લઈ કુવે પડે ધિક્કાર છે મુજને ખરે.
-
-
-
-
અર્થ -કેવળ જ્ઞાનવડે સૂર્ય સમાન તમે પ્રકટ હોવા છતાં મારા કાનમાં આવેલ મિથ્યાત્વીની બેટી વાણી જેવી કે “આત્મા નથી, પુણ્ય નથી, પરભવ નથી, પાપ નથી” વિગેરે મેં પ્રેમથી પીધી; તેથી હે દેવ! મને ધિક્કાર છે. તે