________________
મહા મેહથી ગ્રસ્ત થયેલી મારી અપદશા.
आयुर्गलत्याशु न पापबुद्धिर्गतं वयो नो विषयाभिलाषः । यत्नश्च भैषज्यविधौ न धर्म, स्वामिन्महामोहविडंबना मे ॥ १६ ॥
આયુષ્ય ઘટતું જાય તે પણ પાપબુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ વિષયાભિલાષા નવ મટે; ઔષધ વિષે કરૂં યત્નપણ હું ધર્મને તે નવગણું, બની મહિમાં મસ્તાન હું પાયાવિનાના ઘર ચણું.
અર્થ–મારું આયુષ્ય ઘટતું જાય છે, પરંતુ પાપ વૃત્તિ ઘટતી નથી; વય ( જુવાની) ચાલી જાય છે, પરંતુ વિષયતૃષ્ણા ઘટતી નથી, ઔષધ માટે હું યત્ન કરું છું, પણ ધર્મ માટે કાંઈ યત્ન કરતે નથી; હે સ્વામી! મહા મેહથી ઘેરાયેલી એવી મારી સ્થિતિ તે જુઓ !