________________
મુખ, ચક્ષુ તથા મનને દુરૂપયેગ.
-
-
-
परापवादेन मुखं सदोषं नेत्रं परस्त्रीजनवीक्षणेन । चेतः परापायविचिंतनेन, कृतं भविष्यामि कथं विभोऽहं ॥ १० ॥
---
-
--
મેં મુખને મેલું કર્યું દે પરાયા ગાઈને, ને નેત્રને નિદિત કયી પરનારીમાં લપટાઈને; વળી ચિત્તને દોષિત કર્યું ચિતી નઠારું પરતણું, હે નાથ? મારું શું થશે ચાલાક થઈ ચુકયે ઘણું.
-------
અર્થ—અન્યનું વાંકું બેલીને મેં મારા મુખને, પારકી સ્ત્રીઓને જોઈને મારી આંખને, પારકાનું અશુભ ચિંતવીને મારા ચિત્તને મેં દેષિત કર્યા. હે પ્રભુ! હવે મારું શું થશે?