________________
પ3,
વૈરાગ્ય, ધર્મ, વિદ્યાદિને દુરૂપયેગ.
वैराग्यरंगः परवंचनाय, धर्मोपदेशो जनरंजनाय । वादाय विद्याऽध्ययनं च मेऽभूत, कियद् ब्रूवे हास्यकरं स्वमीश ॥ ९ ॥
ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યનાં રંગે ધર્યા, ને ધર્મના ઉપદેશ રંજન લેકને કરવા કર્યા, વિદ્યા ભયે હું વાદ માટે કેટલી કથની કહું? સાધુ થઈને વ્હારથી દાંભિક અંદરથી રહું.
અર્થ – હે પ્રભુ! મેં વૈરાગ્યને દેખાવ કર્યો તે પણ બીજાને ઠગવા માટે, ધર્મને ઉપદેશ કર્યો તે માત્ર લોકેને ખુશ કરવા માટે, વિદ્યા ભયે તે પણ માત્ર યાદ કરવા માટે આપને મારી હસવા જેવી કેટલીક વાત કહું?