________________
પર
મનની પાષાણુથી પણ વિશેષ કઠેરતા.
मन्ये मनो यन्न मनोज्ञवृत्तं त्वदास्यपीयुषमयुखलाभात् । द्रुतं महानंदरसं कठोरमस्मादृशां देव तदश्मतोऽपि ॥ ७ ॥
અમૃત ઝરે તુજ મુખરૂપી ચંદ્રથી તે પણ પ્રભુ, ભિંજાય નહિ મુજ મન અરેરે ! શું કરું હું તે વિભુ? પત્થરથકી પણ કઠણ મારું મન ખરે કયાંથી દ્રવે ? મરકટ સમા આ મનથકી હે પ્રભુ હાર્યો હવે.
અર્થ –આનંદદાયક વર્તનવાળા હે પ્રભુ! તમારા મુખરૂપી ચંદ્રનાં દર્શનને લાભ થવા છતાં પણ આનદરૂપી રસ મારા મનમાંથી ઝર્યો નહિ, તેથી હું ધારું છું કે મારું મન પાષાણથી પણ વધારે કઠેર છે.