________________
e
બાળક જેવા નિખાલસપણુથી વિનંતિ
કરવાને નિર્ણય.
વારકા
किं बाललीलाकलितो न बालः, पित्रोः पुरो जल्पति निर्विकल्पः । तथा यथार्थ कथयामि नाथ, નિગારા સાનુરાથતવા II રૂ II
શું બાળકે માબાપ પાસે બાળકિડા નવ કરે, ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે; તેમજ તમારી પાસ તારક આજ ભેળા ભાવથી, જેવું બન્યું તેવું કહું તેમાં કશું ખૂટું નથી.
અર્થ–બાળક્રિડામાં આનંદ પામનાર બાળક પિતાના માબાપ પાસે કોઈ પણ જાતની શંકા રાખ્યા સિવાય (જે મનમાં આવે તે) શું નથી બોલતો? તેવી જ રીતે હે નાથ? મારે આશય-મારું નિવેદન પશ્ચાત્તાપ પૂર્વક હું આપની પાસે યથાર્થ રીતે કહીશ.