________________
અભિધેય સુચન.
जगत्त्रयाधार कृपावतार, दुर्वारसंसारविकारवैद्य । श्री वीतराग त्वयि मुग्धभावाદિશ રમો વિજ્ઞપથમિ વિચિત . ૨ .
વિનંતી ત્રણ જગતના આધાર ને અવતાર હે કરૂણા તણા, વળી વૈદ્ય હે દુર આ સંસારનાં દુઃખેતણું; વિતરાગ વઘુભ વિશ્વના તુજ પાસ અરજી ઉચ્ચકું, જાણે છતાં પણ કહી અને આ હદય હું ખાલી કરું.
'
'
અર્થ -ત્રણ જગતના આધાર, કૃપાના અવતાર. અત્યંત દુઃખથી છુટે તેવાં સંસારનાં વિકારોને મટાડવામાં વૈદ્ય સમાન, વીતરાગ, બધું જાણવાવાળા એવા હે પ્રભુ! હું તમારી પાસે બહુજ મુગ્ધ ભાવથી–ભેળપણથી કાંઈક વિનંતી કરું છું.