________________
૪૫
શ્રી રત્નાકર પચીશી.
રહસ્ય અને ભાષાંતર યુક્ત
(૧) મંગળાચરણ ઉપજાતિ, श्रेयः श्रियां मंगलकेलिसद्म,२ नरेंद्रदेवेंद्रनतांध्रिपद्म । सर्वज्ञ सतिशयप्रधान, चिरं जय ज्ञानकलानिधान ॥ १ ॥
હરિગીત. મંદિર છે મુક્તિતણી માંગલ્ય કિડાના પ્રભુ, ને ઈંદ્ર નર ને દેવના સેવા કરે તારી વિભુ, સર્વજ્ઞ છે સ્વામી વળી શિરદાર અતિશય સર્વના, ઘણું જીવ તું ઘણું જીવ તું ભંડાર જ્ઞાન કળાતણ.
અથ–મેક્ષરૂપી લક્ષ્મીના મંગળમયર આનંદનાં ગૃહ૩ નરના ઇંદ્ર-રાજાઓએ તથા દેવતાઓના ઈંદ્રોએ નમન કર્યું છે જેના ચરણકમળમાં એવા, સર્વ અતિશયે કરીને મુખ્ય અને જ્ઞાનરૂપી કળાના ભંડાર એવા
સર્વજ્ઞ પ્રભુ ! આપ ચિરકાળ જયવંતા વર્તો.