________________
પણ જન પ્રતિમાની અંગ પૂજા ન કરે એમ ચર્ચરી ગ્રંથમાં કહ્યું છે.
મૃત્યુ સંબંધી સુતકને વિચાર ૧ ઘરનું કેઈ મરણ પામેલું હોય તે દીન ૧૨ નું સુતક
તેને ઘેર સાર્ધ આહાર લે નહીં. તેના ઘરમાં અગ્ની તથા જળથી જીન પૂજા થાય નહી એમ નિશીથવ્યુ. ણમાં કહ્યું છે. નીશીથસુત્રના ૧૬ મા ઉદ્દેશામાં જન્મ.
તથા મરણનું ઘર દુર્ગાચ્છનીક કહ્યું છે. ૨ મૃત્યુવાળા પાસે સુવે તે દીન ૩ પૂજા ન કરે. ૩ કાંધીયા દેવ પૂજા પડિકમણાદિક, ૩ દીન ન કરે. પરંતુ
જે નવકારનું ધ્યાન મનમાં કરે તે તેને કોઈ પણ
બાધ નથી. જ મૃતકને અડક્યા ન હોય તે સ્નાન કીધે શુદ્ધ થાય. ૫ અન્ય પુરૂષ જે મૃતકને અડકયા હોય તે તે શોલ
પહાર પર્યત પડીકમણાદિક ન કરે. ૬ જેને ઘેર જન્મ તથા મણનું સુતક થાય તેને ઘેર
જમનારા દીન બાર સુધી જીનપૂજા કરે નહીં.
વેષને પાલટનારા આઠ પહોર સુતક પાલે. ૮ જન્મે તે દિવસે મૃત્યુ થાય અથવા દેશાંતરે મરણ
પામે અથવા યતી મરે તે દીન ૧ નું સુતક.