________________
૩ કે
ઉપાધ્યાય-સાધુઓમાં આચાર્ય એ રાજા સમાન છે. અને
ઉપાધ્યાય એ પ્રધાન સમાન છે. જે શિષ્યોને સૂત્રના પાઠ ભણાવે અને પચીસ ગુણે કરી સહિત છે. એવા ઉપાધ્યાયને ચેાથે નમસ્કાર. તેમના પચીસ ગુણ નીચે. પ્રમાણે. અગિઆર અંગ તથા બાર ઉપાંગ ભણે અને ભણાવે એ તેવીસ ગુણ તથા એક ચરણસિત્તરિ અને
કરણસિત્તરિ એ બે મળી પચ્ચીસ ગુણ. સાધુ–સર્વવિરતિ રૂપ ચારિત્ર લઈ આચાર્ય તથા ઉપાધ્યા
યની આજ્ઞામાં વર્તનારા એવા સત્તાવીસ ગુણે કરી સહિત સાધુને પાંચમે નમસ્કાર તેમના સત્તાવીસ ગુણ નીચે પ્રમાણે-પાંચ મહાવ્રત તથા રાત્રિભેજન ત્યાગ એ ૬, તથા છકાયના રક્ષક એ ૬, તથા પાંચ ઇંદ્રિય અને છઠ્ઠો લાભ તેને નિગ્રહ એ ૬ એમ ૧૮, ૧૯ ક્ષમા, ૨૦ ભાવ વિશુદ્ધ, ૨૧ પડિલેહણ, રર. સંયમ, ૨૩ અવિવેકને ત્યાગ, ૨૪ વિકથાને ત્યાગ, ૨૫ મન વચન કાયાના અશુભ વેપારને ત્યાગ, ૨૬ બાવીસ પરિસહ સહન કરે, ૨૭ મરણાંત ઉપસર્ગો પણ ધર્મ મૂકે નહીં, એ રીતે પંચ પરમેષ્ટિના સર્વ મળી ૧૦૮ ગુણ થયા તે રૂપ મહામંત્ર નવકાર છે. અને તેની નકારવાળી ગણાય છે. એ