________________
૩૧૩ પાંચમહાવ્રત–૧ પ્રાણાતિપાત વિરમણ એટલે જીવહિંસા ન કરવી, ૨ મૃષાવાદ વિરમણ એટલે જુઠું ન બોલવું. ૩ અદત્તાદાન વિરમણ એટલે ચોરી ન કરવી. ૪ મિથુન વિરમણ એટલે શિયળ પાળવું. ૫ પરિગ્રહ વિરમણ એટલે ધન ધાન્યાદિ પરિગ્રહ ન રાખો એ પાંચ ગુણ.
પાંચ પ્રકારના આચાર–૧ જ્ઞાનાચાર એટલે જ્ઞાનને વિનય. ૨ દશનાચાર એટલે જૈન દર્શનને વિનય. ૩ ચારિત્રાચાર એટલે શુદ્ધ ચારિત્ર પાળવું. ૪ તપાચાર એટલે બારેભેદે તપ કરવું, ૫ વર્યાચાર એટલે શક્તિ પ્રમાણે ધર્મમાં પ્રવર્તવું એ પાંચ ગુણ.
પાંચ સમિતિ–૧ ઈસમિતિ એટલે રસ્તામાં જઈને ચાલવું. ૨ ભાષા સમિતિ એટલે સાવદ્ય વચન ન બેસવું. ૩ એષણ સમિતિ એટલે બેંતાલીસ દોષ રહિત આહાર પાણી લેવાં. ૪ આદાન ભંડમનિખેવણ સમિતિ એટલે પાત્ર ઉપગરણ પ્રમુખ પુંજીને મુકવા વાપરવાં. ૫ પારિષ્ઠાપનિકા સમિતિ એટલે ઠઠ્ઠો માતૃ પ્રમુખ પુંછને પરઠવવું.
ત્રણ ગુણિ–૧ મનગુણિ એટલે આર્ત રૌદ્રધ્યાનથી મનને પાછું વાળે. ૨ વચનગુપ્તિ એટલે શાસ્ત્રાનુસારે મુખે મુહપત્તિ રાખી સાવઘવચન ન બોલવું. ૩ કાયમુર્તિ એટલે કાયાને અજયણાએ ન પ્રવર્તાવવી તે. એ રીતે આચાર્યના છત્રીસ ગુણનું વર્ણન કર્યું.