________________
૨૭૧
પાર્શ્વનાથનું સ્તવન ૫ મું.
જગપતિ કરજો સહાય મારી, મુજ સ્થિતી મહા દુખીયારી છે કે ભયંકર ભારી જગપતી. ૧ પ્રભાવતીના પ્રીતમજી, વામા દેવીનંદ; વણારસી નગરી વિશે, અશ્વસેન કુળચંદ; મતી શ્રત અવધી સાથે ગ્રહીને, પ્રભુ જમ્યા જય જય કારી; તુજ મુરતી મોહનગારી જગપતી૨ ક્ષમાં ખડક કરમા ધરી, કરવા ઉત્તમ કામ; કર્મ ખપાવી પામીયા, શીવપુરી સુખધામ. જ્ઞાન અનોપમ પ્રભુજી તુમારું, નહી પામેલ જન કેઈ પારી, તુમ જ્ઞાન તણું બલીહારી જગપતી- ૩ વિષય મથે વળગી રહયે, કીધા કર્મ કઠોર ભાન બધુ ભુલી ગયે, પ્રભુ તુમાર ચેર; અતી અજ્ઞાને હુ અનંત જન્મથી, પ્રભુ રખડો વારંવારી, હું ગયે ખરેખર હારી; જગપતી ૪ લાખ ચોરાસી ચોકમાં, ભટક ભૂંડે હાલ; સમકીતની શ્રદ્ધા વિના, ગયે અનંતો કાળ; શોધ્યું નહિ મે આત્મ સ્વરૂપને, છે ગતી કર્મની ચારી, ગેળી વાગે અણધારી જગપતી૦૫ મેહર કરી મુજ ઉપરે જાણું કીંકર ખાસ, નમન કરી અછત કહે પુરો મુજ મન આસ, આપ વીના પ્રભુ શરણ નહી કેઈ, પ્રભુ લેજે મુજને તારી, આ દાસ તુમારો ધારી જગપતી. ૬