________________
૧૦૧ પરવત સહુમાંહે વડે, મહાગિરિ તેણે કહંત, તે તીરથેશ્વર પ્રણમીયે, દરશન લહે પુણ્યવંત ૨ પુણ્ય અનલ જેહથી, થાયે પાપ વિનાશ; તે તીરથેશ્વર પ્રણમીયે, નામ ભલું પુણ્ય રાશ. ૯૩ લક્ષ્મીદેવી જે ભણ્યો, કેડે કમલ નિવાસ; તે તીરથેશ્વર પ્રણમીયે, પદ્મનામ સુવાસ ૯૪ સવિ ગિરિમાં સરપતિ સમા. પાતક પંક વિલાય; તે તીરથેશ્વર પ્રણમીએ, પર્વત ઇદ વિખ્યાત. ૯૫ ત્રિભુવનમાં તીરથ સવે, તેમાં મેટો એહ; તે તીરથેશ્વર પ્રણમીયે, મહાતીરથ જસ રેહ. આદિ અંત નહિં જેહની, કઈ કાલે ન વિલાય, તે તીરથેશ્વર પ્રણમીયે, શાશ્વતગિરિ કહેવાય. ૯૭ ભદ ભલા જે ગિરિવરે, આવ્યા હોય અપાર, તે તીરથેશ્વર પ્રણમીયે, નામ સુભદ સંભાર, વીર્યવર્ધ શુભ સાધુને, પામી તીરથ ભક્તિ. તે તીરથેશ્વર પ્રણમીયે, નામે જે દઢશક્તિ. ૯ શિવગતિ સાધે જે શિરે, તે માટે અભિધાન, તે તીરથેશ્વર પ્રણમીયે, મુક્તિનિલયગુણ ખાણ. ૧૦૦