________________
. ચંદ સુરજ સમક્તિધરા, સેવ કરે શુભ ચિત્ત, તે તીરથેશ્વર પ્રણમીયે, પુષ્પદંત વિદિત. ૧૦૧ ભિતિ ન રહે ભવજલ થકી, જે ગિરિ લહે નિવાસ, તે તીરથેશ્વર પ્રણમીયે, મહાપદ્મ સુવિલાસ. ૧૦૨ ભૂમિધરા જે ગિરિવરે, ઉદધિ ન લેપે લીહ, તે તીરથેશ્વર પ્રણમીયે, પૃથિવી પીઠ અનીહ. ૧૦૩ મંગલ સવિ મલવાતણું, પીઠ એહ અભિરામ, તે તીરથેશ્વર પ્રણમીયે, ભદપીઠ જસ નામ. ૧૦૪ મૂલ જસ પાતાલમેં, રત્નમય મને હાર, તે તીરથેશ્વર પ્રણમીયે, પાતાલ મૂલ વિચાર. ૧૦૫ કર્મ ક્ષય હોયે જિહાં, હાય સિદ્ધ સુખકેલ, તે તીરથેશ્વર પ્રણમીયે, અકર્મ કરે મન મેલ. ૧૦૬ કામિત સવિ પૂરણ હોયે, જેહનું દરિસણ પામ, તે તીરથેશ્વર પ્રણમીયે, સર્વકામ મન ઠામ. ૧૦૭ ઈત્યાદિક એકવીશ ભલાં, નિરૂપમ નામ ઉદાર, જે સમર્થ પાતક હરે, આતમ શક્તિ અનુહાર. ૧૦૮
૧ મર્યાદા.
*
.