________________
૧૦૦
નિત્ય ઘંટા ટંકારવે, રણઝણે ઝલરી નાદ તે તીરથેશ્વર પ્રણમીયે, દુદુભી માદલવાદ. ૮૩ જિણે ગિરે ભરતનરેશ્વરે, કીધે પ્રથમ ઉદ્ધાર, તે તીરથેશ્વર પ્રણમી, મણિમય મૂરતિ સાર. ૮૪ ચામુખ ચઉગતિ દુખ હરે, સેવનમય સુવિહાર તે તીરથેશ્વર પ્રણમીયે, અક્ષય સુખ દાતાર, ૮૫ ઈત્યાદિક મહાટા કહ્યા, સેલ ઉદ્ધાર સફાર; તે તીરથેશ્વર પ્રણમી, લઘુ અસંખ્ય વિચાર ૮૬ દવ્યભાવ વૈરી તણ, જેહથી થાયે અંત; તે તીરથેશ્વર પ્રણમી, શત્રુંજય સમરત. ૮૭ પુંડરીક ગણધર હુઆ, પ્રથમ સિદ્ધ ઇણે ઠામ, તે તીરથેશ્વર પ્રથમી, પુંડરીક ગિરિ નામ. ૮૮ કાંકરે કાંકરે ઈણે ગિરિ, સિદ્ધ હુઆ સુપવિત્ત, તે તીરથેશ્વર પ્રણમીયે, સિદ્ધખેત્ર સમચિત્ત. ૮૯ મલ દવ્યભાવ વિશેષથી, જેહથી જાયે દૂર તે તીરથેશ્વર પ્રમીયે, વિમલાચલ સુખપૂર, ૯ સુરવર બહુ જે ગિરે, નિવસે નિરમલ ઠાણ તે તીરથેશ્વર પ્રણમીયે, સુરગિરિ નામ પ્રમાણ ૯૧
૧ સુંદર પ્રાસાદ-જિનભુવન.