________________
શુદ્ધાતમ ગુણ રમણતા, પ્રગટે જેહને સંગ; તે તીરથેશ્વર પ્રણમીયે, જેહને જસે અભંગ. ૭૩ રાયણવૃક્ષ સેહા ગણો, જિહાં જિનેશ્વર પાય; તે તીરથેશ્વર પ્રણમીયે, સેવે સુરનરરાય. ૩૪ પગલાં પૂછ ઋષભનાં, ઉપશમ જેહને અંગ; તે તીરથેશ્વર પ્રણમીયે, સમતા પાવને અંગ. વિદ્યાધરજમલે બહુ, વિચરે ગિરિવર શૃંગ; તે તીરથેશ્વર પ્રણમીયે, ચઢતે નવરસ રંગ, માલતી મેઘર કેતકી, પરિમલ મેહે ભંગ; તે તીરથેશ્વર પ્રણમીયે, પૂજે ભવિ એકંગ. અજિત જિનેસર જિહાં રહ્યા, ચેમાસું ગુણગેહ, તે તીરથેશ્વર પ્રણમીયે, આણું અવિહડ નેહ. ૭૮ શાંતિ જિનેસર સલમા, સેલ કષાય કરી અંત; તે તીરથેશ્વર પ્રણયે, ચાતુરમાસ રહેત. ૩૯ નેમ વિના જિનવર સેવે, આવ્યા છે જિણ ઠામ, તે તીરથેશ્વર પ્રણમીયે, શુદ્ધ કરે પરિણામ. ૮૦ નમિ નેમિ જિન અંતરે, અજિતશાંતિ સ્તવકીધ; તે તીરથેશ્વર પ્રણમીયે, નંદિષેણ પ્રસિદ્ધ. ૮૧ ગણધર મુનિ ઉવક્ઝાય તિમ, લાભ લલ્લા કેઈ લાખ તે તીરથેશ્વર પ્રણમી, જ્ઞાન અમૃતરસ લાખ ૮૨
: