________________
મહામ્લેચ્છ શાસનરિપુ, તે પણ હુઆ ઉપસંત તે તીરથેશ્વર પ્રણમીએ, મહિમા દેખી અનંત. ૬૪ મંત્ર યંગ અંજન સેવે, સિદ્ધ હવે જિણ ઠામ; તે તીરથેશ્વર પ્રણમીયે, પાતકાહારી નામ. ૬પ સુમતિ સુધારસ વરસતે, કર્મચાવાનલ સંત; તે તીરથેશ્વર પ્રણમીયે, ઉપશમ તસ ઉલ્લસંત. ૬૬ મૃતધર નિત નિત ઉપદિશે, તત્વાતત્વ વિચાર; તે તીરથેશ્વર પ્રણમીયે, ગ્રહગુણયુત શ્રાતાર ૬૭ પ્રિયમેલક ગુણગણતણું, કરતિકમલા સિંધુ તે તીરથેશ્વર પ્રણમીયે, કલિકાલે જગબંધુ. ૬૮ શ્રી શાંત્તિ તારણ તરણ, જેહની ભક્તિ વિશાલ તે તીરથેશ્વર પ્રણમીયે, દિન દિન મંગલમાલ. ૬૯
તધ્વજા જસ ફરકતી, ભાખે ભવિને એમ તે તીરથેશ્વર પ્રણમીયે, ભ્રમણ કરે છે કેમ? ૭૦ સાધક સિદ્ધદશા ભણી, આરાધે એક ચિત્ત તે તીરથેશ્વર પ્રમીયે, સાધન પરમ પવિત્ત. ૭૧ સંઘપતિ થઈએહની, જે કરે ભાવે યાત્ર; તે તીરથેશ્વર પ્રણમીયે, તસ હાય નિરમલ ગાત્ર. ૭૨
૧ ઉપશાન્ત. ૨ સાંભળનાર. ૩ લક્ષ્મી :