________________
તે તીરથેશ્વર પ્રણમીયે, પામ્યા શિવપુર દ્વાર. ૫૫ શિલ સૂરિ મુનિ પાંચસે, સહિત હુઆ શિવનાહ"; તે તીરથેશ્વર પ્રણમીયે, અંગે ધરી ઉત્સાહ. પ૬ ઈમ બહુ સિધા ઇણે ગિરે, કહેતાં નાવે પાર; તે તીરથેશ્વર પ્રણમીયે, શાસ્ત્રમાંહે અધિકાર ૫૭ બીજ ઈહાં સમકિત તણું, રેપે આતમ ભેમ; તે તીરથેશ્વર પ્રણમીયે, ટાલે પાતક તેમ.૨ ૫૮ બ્રહ્મ સ્ત્રી ભૂણ ગેહત્યા, પાપે ભારિત જેહ; તે તીરથેશ્વર પ્રણમીયે, પહાતા શિવપુર ગેહ. ૫૯ જગ જોતાં તીરથ સવે, એ સમ અવર ન દીઠ; તે તીરથેશ્વર પ્રણમીયે, તીર્થમાંહે ઉક્કિડ.* ૬૦ ધન ધન સોરઠ દેશ જિહાં, તીરથમાહે સારી તે તીરથેશ્વર પ્રણમીયે, જનપદમાં શિરદાર. ૬૧ અહોનિશ આવત ઢુંકડા, તે પણ જેહને સંગ, તે તીરથેશ્વર પ્રણમીયે પામ્યા શિવ વધુ રંગ. ૬૨ વિરાધક જિન આણના, તે પણ હુવા વિશુદ્ધ . તે તીરથેશ્વર પ્રણમીયે, પામ્યા નિર્મલ બુદ્ધ ૬૩
૧ નાથ. ૨ સમુદાય. ૩ બાળગર્ભ. ૪ ઉત્કૃષ્ટ. દેશ.
-