________________
દવ્ય ભાવ ધરી તણા, જિહાં આવે હોય શાંત; તે તીરથેશ્વર પ્રણમીયે, જાયે ભવની ભ્રાંત. ૨૭ જગહિતકારી જિનવરા, આવ્યા એણે કામ; તે તીરથેશ્વર પ્રણમીયે, જસ મહિમા ઉદ્દામ. ૨૮ નદી શેત્રુંજી સ્નાનથી, મિથ્થા મળ ધોવાય; તે તીરથેશ્વર પ્રણમીયે, સવી જનને સુખદાય. ૨૯ આઠ કર્મ જે સિદ્ધગિરે, ન દીયે તીવ્ર વિપાક; તે તીરથેશ્વર પ્રણમીયે, જિહાં નહિ આવે કાક. ૩૦ સિદ્ધશિલા ઉતપનીય મય, રત્નસ્ફાટિક ખાણ તે તીરથેશ્વર પ્રણમીયે, પામ્યા કેવલનાણ. સોવન રૂપા રત્નની, ઔષધિ જાત અનેક તે તીરથેશ્વર પ્રણમીયે, ન રહે પાતક એક. ૩૨ સંયમધારી સંયમે, પાવન હોય જિણ ખેત્ર તે તીરથેશ્વર પ્રમીયે, દેવા નિર્મલ નેત્ર. ૩૩ શ્રાવક જિહાં શુભ દિવ્યથી, ઉત્સવ પૂજા સ્નાત્રા તે તીરથેશ્વર પ્રણમીયે, પિષે પાત્ર સુપાત્ર. ૩૪ સાહમ્મીવત્સલ પુણ્ય જિહાં, અનંત ગણું કહેવાય. તે તીરથેશ્વર પ્રણમીયે, સાવન ફૂલ વધાય. ૩૫ સુંદર જાત્રા જેહની, દેખી હરખે ચિત્ત; તે તીરથેશ્વર પ્રણમી, ત્રિભુવનમાહે વિદિત. ૩૬ ૧ સુવર્ણમય. ૨ પ્રસિદ્ધ-પ્રખ્યાત.