________________
કર્તા : શ્રી પૂજ્ય મોહનવિજયજી મહારાજ સમકિતદાતા સમકિત આપો, મન માંગે થઈ મીઠું છતિ' વસ્તુ દેતાં શ્ય શોચો, મીઠું જે સહુએ દીઠું
પ્યારા પ્રાણથકી છો રાજ ! સંભવ-જિનજી ! મુજને, ઈમ મત જાણો જે આપે લહીએ, તે લાધું શું લેવું પર પરમારથ પ્રીછી આપે તેહ જ કહીયેં દેવું-પ્યારા ... (૧) અર્થી હું તું અર્થ’–સમર્પક, ઈમ મત કરયો હાંસું, પ્રગટ હતું તુજને પણ પહિલાં, એ હાંસાનું પાસું,-પ્યારા....(૨) પરમ પુરૂષ તુમે પ્રથમ ભજીએ, પામ્યા ઈમ પ્રભુતાઈ " તેણે રૂપે તુમને એ ભજીયે, તિણે તુમ હાથ વડાઈ-પ્યારા ... (૩) તમે સ્વામી હું સેવાકામી, મુજ રે સ્વામી નિવાજે નહિ તો હઠ માંડી માંગતાં કિણવિધિ સેવક લાજે-પ્યારા ... (૪) જોત જોતિ મિળે મત પ્રીછો, કુણ લહસે ? કુણ ભજશે ? સાચી ભક્તિ તે હંસતણી પરે, ખીર નીર નય કરશે-પ્યારા......(૨) ઓળગ’ કીધી જે લેખે આવી, ચરણ-ભેટ પ્રભુ દીધી. રૂપ-વિબુધનો મોહન પભણે, રસના પાવન કીધી-પ્યારા....(૬)
૧. વિદ્યમાન ૨, ઓળખાવી આપે ૩. યાચક ૪. વસ્તુને આપનાર ૫. મોટાઈ ૬, પ્રસન્ન થાય ૭, જયોતિ મળે ૮, સેવા ૯, સફળ,
'