________________
કર્તા : શ્રી પૂજ્ય કીર્તિવિમલજી મહારાજ 1 મલ્લિનાથ મુજ ચિત્ત વસે, જિમ કુસુમમાં વાસ-લલના ઉત્તમ નર જિહાં કિણ વસે, તિહાં થાયે સહી ઉલ્લાસ
લલના-મલ્લિ૦(૧) સૂર્ય વિના જેમ દિન નહિં, પુણ્ય વિના નહિ શર્મ-લલના પુત્ર વિના સંતતિ નહિ, મન-શુદ્ધિ વિના નહિ ધર્મ
લલના-મલ્લિ૦(૨) શુદ્ધ વિદ્યા ગુરૂ વિણ નહિ, ધન વિના નહિ માન-લલના દાન વિના જિમ યશ નહિ, કંઠ વિના નહિ ગાના
લલના-મલ્લિ૦(૩) સાહસ વિના સિદ્ધિ નહિ, ભોજન વિના નહિ દેહ-લલના વૃષ્ટિ વિના સુભિક્ષ નહિ, રાગ વિના નહિ દ્વેષ
લલના-મલ્લિ૦(૪) તેમ પ્રભુને સેવ્યા વિના મોક્ષ ન પામે કોય-લલના. મેં તો તુમ આણા વહી, જિમ ઋદ્વિ-કીર્તિ હોય
લલના-મલ્લિ૦(૫)
૨૧૯