________________
કર્તા : શ્રી પૂજ્ય ન્યાયસાગરજી મહારાજ, u શ્રી અનંતપ્રભો અંતહૃદયે વિભો ! ગુણ અનંતા રહે ધ્યાન રૂપા. અતિશયવંત મહંત જિનરાજીયા, વાજિયા પરિ સદા સકળ રૂપા-શ્રી (૧) જ્ઞાનદર્શન સુખ સમક્તિાખય-થિતિ, અરૂપી અવગાહના અખય ભાવે વીર્ય અનંત એ અષ્ટક ઉપનું આઠ કૃત કર્મ કેરે અભાવે-શ્રી (૨) શ્યન નિજ ક્રૂરતા ટાળવા તુમ પડૅ, લંછન મિસિ રહ્યો સેવ સારે સદયતા સુભગતાદિક ગુણ તુમ તણી, સેવના પાવનાનેં આધારે-શ્રી (૩). સિંહસેન ભૂપ સુજસા તણો નંદનો, ચૌદમો ચૌદ ભૂયગામ પાળે, ચઉદ ગુણઠાણ સોપાન ચઢી નિજ ગુણ, આવતા આપમાંહિ સંભાળ-શ્રી. (૪) અનંતજિન-સેવથી અનંત-જિનવર તણી, ભક્તિની ભક્ત નિજ શક્તિ સારૂં ન્યાયસાગર કહે અવનિતળે જોયતાં, એહ સમ અવરી નહી કોય તારૂ-શ્રી (૫)
૧૬૫