________________
કર્તા શ્રી પૂજ્ય મોહનવિજયજી મહારાજ ? અરજ સુણો એક સુવિધિ-જિણસર, પરમ-કૃપાનિધિ તુમે પરમેસર, સાહિબા ! સુજ્ઞાની ! જોવો તો વાત છે માન્યાની. કહેવાઓ પંચમ'-ચરણના ધારી, કિમ આદરી અશ્વની અસવારી -સાહિબા. (૧) છો ત્યાગી શિવલાસ વસો છો, દઢરથસુત રથે કિમ બેસો છો-સાહિબા આંગી પ્રમુખ પરિગ્રહમાં પડશો, હરિ-હરાદિકને કીણ વિધ નડશ્યો -સાહિબા (૨) ધુરથી સકળ સંસાર નિવાર્યો કિમ ફરી દેવ-દ્રવ્યાદિક ધાર્યો-સાહિબા તજી સંજમને પાશ્યો ગૃહવાસી, કુણ આશાતના તજશે ચોરાશી -સાહિબા (૩) સમકિત-મિથ્યા મતમે નિરંતર, ઈમ કિમ ભાંજશે પ્રભુજી અંતર-સાહિબા. લોક તો દેખશે તેવું કહેશ્ય, ઈમ જિનતા તુમ કિણ વિધ રહશ્ય -સાહિબા (૪) પણ હવે શાસ્ત્રગતે મતિ પહોંચી, તેથી મેં જોયું ઊંડું આલોચી–સાહિબા. ઈમ કીધે પ્રભુતાઈ ન ઘટે, સાંહમું ઈમ અનુભવ ગુણ પ્રગટે -સાહિબા (૫) હય-મય યદ્યપિ તું આરોપાએ તો પણ સિદ્ધપણું ન લોપાએ-સાહિબા , જિમ મુગટાદિક ભૂષણ કહેવાએ, પણ કંચનની કંચનતા ન જાએ –સાહિબા (૬) ભક્તની કરણી દોષ ન તુમને, અઘટિત કેહવું અજુક્તને અમને-સાહિબા લોપાએ નહિ તું કોઈથી સ્વામી, મોહનવિજય કહે શિરમાની -સાહિબા (૭).
૧. પાંચમા = યથાવાત ચારિત્રના ૨. પ્રથમથી ૩. વિચારી ૪. બેસાડાય છે
૧૦૫