________________
કર્તા : શ્રી પૂજ્ય જ્ઞાનવિમલસૂરી મહારાજ કરવાન શ્રી ચંદ્રપ્રભ-સાહિબા રે, ચંદ્ર' કિરણ સમ દેહ-મનરા માન્યા; નિત્ય-ઉદય નિ-કલંક' તું રે, અનુપમ અચરિજ એહ-મનરા૦ આવો ! આવો ! હો વખાણ' તું તો ત્રિભુવન'- ‘-ભાસક ભાણ’-મનરા૦ (૧) તુજ સમ ગણના-કારણે રે, જે રેખા પ્રથમ સુચંગ-મનરા૦ તે આકાશે નિપની રે, ત્રિભુવન -પાવનગંગ‘-મનરા૦(૨) અવર ન કો તુમ સારિખો રે, છોડ્યો ખટિકા-ખંડ-મનરાવ તે કૈલાસ-રૂપા સમો રે; મહિયલમાંહે અખંડ-મનરા૦ (૩) તાહરા ગુણ તુમમાં રહ્યા રે, એહ મિલે નહિ પર પાસ-મનરા તેણે હેતે કરી જાણીયેં રે; ત્રિભુવન તાહરો દાસ-મનરા૦ (૪) દોષાકર'' તુમ પદ રહ્યો રે, સેવાસારે' ખાસ-મનરા૦ દોષરહિત`` તનુ'' તાહરૂં રે જ્ઞાનવિમલ-સુ-પ્રકાશ-મનરા૦ (૫)
૧. ચંદ્રના કિરણ જેવું શરીર ૨. હંમેશ ઉદયવાળુ ૩. કલંકરહિત ૪. શ્રેષ્ઠ ૫. ત્રણ-ભુવનને પ્રકાશિત કરનાર ૬. સૂર્ય ૭. ત્રણ-ભુવનને પવિત્ર કરનારી ૯. ગંગાનદી, બીજા પાસે, ૧૦ ચંદ્ર ૧૧. કરે છે. ૧૨. દોષ વગરનું ૧૩. શરીર.
૯૫