________________
મેહને ક્ષય કરી વિજયલચ્છી વરે,
: અજર અચળ અમર નાયરે સિધાવે; શ્રી ક્ષમાવિજય ગુરુચરણરજ સેવતાં,
નિત્ય આણંદ જિનરાજ પાવે–સકળ૦ ૫ ૧૪. શ્રી અનંતનાથ જિન સ્તવન. નામધારક અન્ય દેવ, પ્રભુ પરમારથ હેવ; આજ હે અનંત જિણેશર, અનંત ચતુષ્ટયને ધણી. ૧ સુર પરખદમાંહિ ઇંદ, ગ્રહગણમાંહિ જિમ ચંદ; આજ હ તીર્થમાંહિ, શ્રી શત્રુંજય શિરોમણિ છે. ૨ દાનમાં અભય પ્રધાન, ગુણમાં વિનય નિધાન; આજ હિ અલંકારમાં, સોહે જવું ચૂડામણિ છે. ૩ દૂધમાંહિ ગેખીર, જળમાં ગંગાનીર; આજ હો સુખમાંહિ, સંતોષ સમો જગ કે નહિ જી. ૪ તમાંહિ સહકાર, દાયકમાં જળધાર; આજ હે નંદનવન, વનમાંહિ અતીહિ મનેહરુ છે. ૫ તેજવંતમાં ભાણ, ધાતુમાંહે કલ્યાણ; આજ હે પર્વતમાંહિ, મેરૂ મહીધર સુંદરુ જી. ૬ સકળ દેવ શિરદાર, મેં ધાર્યો નિરધાર; આજ હે ક્ષમાવિજય ગુરુ-ચરણયુગ સુપસાઉલે છે. ૭
૧૫. શ્રી ધર્મનાથ જિન સ્તવન. ધર્મ જિનેશર ધર્મ ધુરંધર, પૂરણ પુણે મીલિયે, મન મરથલમેં સુરતરુ ફળિયે, આજ થકી દિન વળી–