________________
૫૫
ધ્યાતા ધ્યેયની હો કે, પ્રીત બંધાણી મારા લાલ, બારમા જિનશું છે કે, અનુસંગે આણી મારા લાલ; ક્ષમાવિજય બુધ છે કે, મુનિ જિન ભાસતે મારા લાલ, એહ અવલ અને છે કે, સવિ સુખ પાસે, મારા લાલ. ૫
૧૩. શ્રી વિમળનાથ જિન સ્તવન. સકળ ગુણગણ વિમળ વિમળ તડુ દરિશને,
આતમારામ સુખ સહજ પાવે; સબળ સંવેગી નિર્વેદી અનુકંપ,
શુદ્ધ સરધાન શ્રેણી મચાવે–સકળ ૧ ચરણ ગયવર ચઢ મહરિપુએ લડે,
જ્ઞાન પ્રધાન સબ રાહ બતાવે; વૈર્ય વરવીર્ય રણથંભ રોપી પ્રબળ,
પરમ વૈરાગ્ય સન્નાહ બનાવે–સકળ૦ ૨ આણ અરિહંતની ઢાલ આગળ ધરે
ધ્યાન એકતાન શમશેર લાવે; હાસ્ય રતિ અરતિ ભય રોગ દુર્ગછ ખટ,
ઝપટ દે મદન અરિ દૂર હઠાવે–સકળ છે મન વચ કાય નિરમાય બંદુક ભરી,
- સમિતિ ઔર ગુપતિ ગળી ચલાવે; મારી મેહ-મલ-સુત રાગ ઔર શેષકું,
જગતમાં જીત વાજા બજાવે–સકળ ૪