________________
વિમલજિન! દીલ લેયણ આજ.
મારાં સિયાં વાંછિત કાજ--વિમલ જિન છે. ચરણ કમલ કમલા : વસે રે,, નિર્મલ સ્થિર પદ દેખક સમલ અસ્થિર પદ પરિહરે રે, પંકજ પામર પેખ----
વિમલ જિન ૨.
મુજ મન તુજ પદ, પંકજે રે, લીને ગુણ મકરંદ રંક ગણે મંદિર ધરા રે, ઈન્દ્ર ચંદ્ર નાગે--
વિમલ જિન. ૩ સાહિબ! સમરથ તું ધણી રે, પાપે પરમ ઉદાર મન વિશરામી વાલો રે, આતમ આધાર--
વિમલ જિન ૪ દરિસણ દીઠે જિન તણું રે, સંશય ન રહે વેધ દિનકર કર ભર પસરતાં રે, અંધકાર પ્રતિષેધ–
વિમલ જિન ૫. અભિય ભરી મુરતિ રચી રે, ઉપમા ન ઘટે કેય, શાંત, સુધારસ ઝીલતી રે, નિરખેત તૃપ્તિ ન હાય
વિમલ જિન. ૬ એક અરજ સેવક તણી રે, અવધારે જિન દેવ! કૃપા કરી મુજ દીજિયે રે, આનન્દઘન પદ સેવ—.
વિમલ જિન, ૭.