________________
૧૨૭
૧૭ શ્રી કુંથુનાથ જિન સ્તવન, જિનાજી મેરા રે, રાત દિવસ નિત સાંભરે રે ? દેખી તાહરૂં રૂપ લાલ, લાલ ગુલાલ આંગી બની રે ? તુજ ગુણ જ્ઞાનથી માહરૂં રે,
જાયું શુદ્ધ સ્વરૂપ લાલ, લાજિ. ૧ તે જ સ્વરૂપને સાધવા રે, કીજે જિનવર સેવ લાલ; દ્રવ્ય ભાવ ભેદથી રે,
દ્રવ્યથી જિમ કરે દેવ, લાલ, લા. જિ. ૨ મગર માલતી કેવડો રે, લે મ્હારા કુંથુજિનને કાજ, લાલ લાખેણે રે ટેડર કરી રે,
પૂજે શ્રી જિનરાજ, લાલ૦ લા. જિ° ૩ કેસર ચંદન ધૂપણ રે, અક્ષત નિવેદ્યની રે લાલ; દ્રિવ્યથી જિનની પૂજા કરો રે,
નિરમલ કરીને શરીર લાલ લા. જિ. ૪ દ્રવ્યથી ઈમ જિન પૂજા કરી રે, ભાવથી રૂપાતીત સ્વભાવ લાલ નિકર્માને નિઃસંગતા રે,
નિકામી વેદ અભાવ લાલ લા. જિ. ૫ આવરણ સવિ થયાં વેગળા રે, ઘાતી અવાતી સ્વરૂપ લાલ બંધ ઉદય ને સત્તા નહિ રે,
- નિજ ગુણના થયા ભૂપ લાલ૦ લા. જિ. ૬ મુજ આતમ તુજ સારીખે રે, કરવાને ઉજમાળ લાલ; -તે જિન ઉત્તમ સેવથી રે, :
પદ્મને મંગળ માળ લાલ લા૦ જિ૦ ૭