________________
યાત્રાઓ કરવી એ અનંત પુન્યના ઉદયને સૂચવે છે ત્યાં જુદા જુદા પ્રકારની તપશ્ચર્યા, જ્ઞાન ધ્યાનમાં લીન રહેતાં ચાતુર્માસ પણ ત્યાં જ રહ્યાં.
ચાતુર્માસ બાદ ત્યાંથી વિહાર કરી, અનેક ગામનાં દર્શન કરતાં લીંમડી પધાર્યા, બહેનોની અતિઆગ્રહભરી વિનંતીથી ત્યાં જ ચાતુર્માસ રહ્યાં. * મોટા મહારાજ સાહેબની તબીયત બગડવા લાગી, અને લક્ષ્મીશ્રીજી મ. સાહેબને સમજાવતાં કહેવા લાગ્યાં કે તમારાં ગુરૂની સેવામાં લીન બનજો અને ધર્મને કદાપી ભૂલશો નહિં, ધર્મવિના કદીપણ કેઈનું કલ્યાણ થયું નથી, આવી અનેક જીવન ઉપયોગી વાતમાં પિતાના રોગને પણ ભૂલી ગયાં.
જયશ્રીજી મ. સાહેબ તેમજ લક્ષ્મીશ્રીજી મ. સાહેબ પણ સમજી ગયાં કે આ દીપક વધુ ટાઈમ ચાલે તેમ લાગતું નથી તેથી તેઓ પણ ક્ષમાપનાદિ કરાવવા લાગ્યાં. - નવકાર મહામંત્ર બોલવા પૂર્વક જમનાશ્રીજી મ. સાહેબે નાશવંત શરીરને ત્યાગ કર્યો.
જડ અને ચેતનને અનાદિકાળનો સંયોગ છે, આત્માને સંસારમાં ખડાવનાર જો કોઈ હોય તો એક માત્ર જડ છે, તેનું જ્યાં સુધી મૂળથી છેદન કરવામાં નહી આવે, ત્યાં સુધી કદાપિ શાશ્વત શાંતિ પ્રાપ્ત થવાની નથી.
જગત આખુંએ શાંતિ માટે તલસી રહ્યું છે. તેને મેળવવા બહાર ભટકી હ્યું છે, પરંતુ સાચી શાંતિ તે આત્મામાં જ રહેલી છે. ફક્ત તેને જવાની જરૂર છે, જેઓએ તેને સધવા માટે પ્રબલ પુરૂષાર્થ કર્યો છે, તેઓ અપૂર્વ શાનિતને મેળવી શક્યા છે, માટે બહાર ભટક્યા વિના આત્મસંશોધનની આજે ખૂબ જરૂર છે.