________________
ત્યાંથી વિહાર કરી વિરમગામ ચાતુર્માસ રહી અમદાવાદ પધારી -શહેરયાત્રાનો મહાન લાભ લીધો, ત્યાંથી આજુબાજુનાં ગામને પવિત્ર કરી, નાના મોટા તીર્થોની યાત્રા કરી, અમદાવાદ પધારી આંબલીપળના આયંબીલશાળાના મકાનમાં ચાતુર્માસ રહ્યાં.
ચાતુર્માસમાં ઘણી બહેને મહારાજજી પાસે આવવા લાગી, અને અને મહારાજ સાહેબની મુખાકૃતિ, જ્ઞાન ધ્યાનની છાયા જોઈ મુગ્ધ બનવા લાગી, તેમાં શેઠની પોળમાં વસતાં શશીબેનને તે કોઈ અજબ અસર થઈ કે તેઓ આ સંસારનો મોહ છોડી મહારાજ સાહેબના ચરણ કમલમાં પિતાનું જીવન વીતાવવા તત્પર બન્યાં.
કાર્તકી પુનમ બાદ અનુજ્ઞા મેળવી મોટા આડંબર સાથે સંસારથી પર બની લક્ષ્મીશ્રીજી મહારાજ સાહેબનાં શિષ્યા તરૂણ શ્રીજી તરીકે સ્થાપિત કર્યા ત્યાંથી વિહાર કરી અને ગામોમાં જૈનધર્મની પ્રભાવના કરવા સાથે પ્રભુ ય જુહારતાં ફરી અમદાવાદ ચાતુર્માસ પધારી જૈન શાસનનો અપૂર્વ ધ્વજ ફરકાવ્યો.
ત્યાંથી વિહાર કરી મારવાડ પ્રદેશની અનેક ગામોની યાત્રા કરી દેસુર ગામે પધાર્યા, બહેનોની આગ્રહભરી વિનંતીથી ચાતુર્માસ પણ - ત્યાંજ કર્યું.
મારવાડ જેવા પ્રદેશમાં આવા ત્યાગી આત્માઓ પધારે અને લેકો તેમના પ્રત્યે આકર્ષાય તે સ્વાભાવિક છે, પૂ. મહારાજશ્રીએ બહેનોને તપ ત્યાગમાં જેડી ધર્મનો ખૂબ જ મહિમા સમજાવ્યો, ત્યાંથી વિહાર કરી શિરોહી તેમજ રેવદરમાં સંધના આગ્રહથી ચાતુ. ર્માસ રહ્યાં, રેવદરમાં જૈન તેમજ જૈનેતર વર્ગને મહારાજ સાહેબ પ્રત્યે કોઈ અપૂર્વ સદ્ભાવ હતો.
ચાતુર્માસ બાદ મહારાજજીને અનેક લોકે ગામ બહાર વળાવવા આવ્યા. કેટલાએકનાં તો નયનો અશ્રુઓથી ઉભરાઈ ગયાં, અને કહેવા