________________
કારતક વદી ૧૧ના રોજ મોટા આડંબર પૂર્વક આ સંસારનો અંચલ છોડી જમનાશ્રીજી મહારાજનાં શિષ્યાં જયશ્રીજી મહારાજ સાહેબનાં શિષ્યા બન્યાં, લક્ષ્મીશ્રીજી નામ પાડવામાં આવ્યું, ત્યાંથી વિહાર કરી અમદાવાદ પધાર્યા, ત્યાં આચાર્યદેવશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબના આજ્ઞાતિ પ. પૂ. હંસવિજયજી મ. સાહેબે વૈશાખ સુદી. અગિયાસે ઉજમબાઈની ધર્મશાળમાં ચતુર્વિધ સંઘ સમક્ષ વડી દીક્ષા આપી.
સાધુજીવનની મર્યાદા તથા પ્રાથમિક ક્રિયાઓને થોડાજ ટાઈમમાં શીખી ગયાં, સાધુજીવન એ અનેખું જીવન છે તેમાં પણ જે જ્ઞાન, ધ્યાન, તપ અને જ૫ના રંગે પુરાય તે કોઈ અનેરો આનંદ આવે, પણ તે લહેજત તો તેવા કોઈક ત્યાગી આત્માઓ જ માણી શકે.
દિન પ્રતિદિન અભ્યાસમાં ખૂબ જ આગળ વધવા લાગ્યાં. ભ્રમરને કદીપણ પુછ્યું આમંત્રણ આપ્યું નથી, પરંતુ તેની સુવાસથી જ જેમ તે ખેંચાઈને આવે છે. તેમ લોકો પણ મહારાજજીના પ્રત્યે ખૂબજ આ-કવા લાગ્યાં, ચાતુર્માસ અમદાવાદમાં થયું. ત્યાંથી વિહાર કરતાં કરતાં અનેક ગામોને પાવન કરતાં અનંત આત્માઓની સિદ્ધિના કારણભૂત ત્રણે ભુવનમાં અદ્વિતીય તથા પંચમ કાળમાં પણ ભવ્યજીવોને તારવામાં પ્રબલ આલંબન રૂપ એવી સિદ્ધગિરિની શીતલ છાયામાં પધાર્યા.
જે તરણ તારણ, ભવ્યદુખવારણ ગિરિરાજ ઉપર પ્રથમ પ્રભુ પૂર્વ નવ્વાણુંવાર પધાર્યા છે તેને અંજલિરૂપ લક્ષ્મીશ્રીજી મ. સાહેબે વિધિપૂર્વક નવ્વાણું યાત્રા કરી પિતાને ધન્ય માનવા લાગ્યાં, પાપી તથા અભવિછો જેને જોઈ પણ શકતા નથી તેવા ગિરિરાજની નવ્વાણ