________________
શ્રી માનવિજયજી વિરચિત ચોવીશી.
૧. શ્રી ઋષભદેવ જિન સ્તવન. અડષભ જિમુંદા ઋષભ જિદા તુમ દરિશણ હુએ પરમાણુંદા અહનિશિ ધ્યાઉં તુમ દીદાર, મહેર કરીને કરજે પ્યારા
–ાષભ. ૧ આપણને પુછે જે વળગ, કિમ સરે તેહને કરે અળગાક અળગા કીધા પણ રહે વળગા, મેરપીંછ પરે ન હુએ ઉભગા.
–ઋષભ૦ ૨ તમે પણ અળગા થયે કિમ સરશે, ભક્તિ ભલી આકષી લેશે; ગગને ઉડે દૂર પડાઈ, દેરી બળે હાથે રહી આઈ–૦ ૩ મુજ મનડું છે ચપળ સ્વભાવે, તોહ અંતરમુહૂર્ત પ્રસ્તાવે; તું તે સમય સમય બદલાયે, ઈમ કિમ પ્રીતિ નિહા થાયે
–ષભ૦ ૪ તે માટે તું સાહિબ માહરે, હું છુ સેવક ભવોભવ તાહરે; એહ સંબંધમાં મ હોશે ખામી, વાચક માન કહે શિરનામી.
ઝષભ૫. ૨. શ્રી અજિતનાથ જિન સ્તવન. , અજિત જિણેસર ચરણની સેવા, હેવાય હું હળીયે; કહિયે અણચાખે પણ અનુભવ-રસને ટાણે મળીયે - પ્રભુજી મહેર કરીને આજ, કાજ અમારાં સુધારો ૧