________________
(૩૨) श्री महावीर स्वामीनी स्तुति. ગંધારે મહાવીર જીણુંદા, જેને સેવે સુરનર ઇદા, દીઠે પરમાણુંદા, ચૈત્ર સુદ તેરશ દિન જાયા, છપનદિક કુમરી ગુણ ગાયા, હરખ ધરી હલરાયા, ત્રીસ વરસ પાલી ઘરવાસ, માગશર વદ દશમી વ્રત જાસ, વિચરે મન ઉલ્લાસ, એ જિન સે હિત કર જાણી,
એહથી લહીએ શિવ પટરાણી, પુણ્યતણું એ ખાણી મા ૧ રૂષભ જિનેવર તેર ભવસરિ, ચંદપ્રભ ભવ આઠ ઉદાર, શાંતિકુમાર ભવબાર, મુનિસુવ્રતને નેમકુમાર, તે જિનના નવનવભવ સાર, દશ ભવ પાર્થકુમાર, સત્તાવીશ ભવ વીરના કહીએ સત્તર જિનના ત્રણ ત્રણ લહીએ, જિન વચને સહીએ ચોવીસ જિનને એહ વિચાર, એહથી લહીએ ભવનો પાર, નમતાં જયજયકાર | ૨ | વૈશાક શુદ દશમી લહી નાણુ, સિંહાસન બેઠા વધમાન ઉપદેશ દીયે પ્રધાન, અગ્નિ ખુણે હવે પરખદા સુણીએ, સાઠવી વૈમાનીક સ્ત્રી ગણીએ, મુનિવર ત્યાંહી જ ભણીએ, વ્યંતર જ્યોતિષી ભુવનપતિસાર એહને નૈરૂત્ય ખુણે અધિકાર વાયવ્ય ખુણે એહની નાર, ઈશાને શેભે નરનાર, વિમાનિક સુર પરખદા બાર, સુણે જિનવાણ ઉદાર છે ૩ ચશ્વરી અજિતા દુરિતાર,