________________
સમવસરણની રચના સઘળી સાંભરે રે લોલ; હરે મારે ભાવ અવસ્થા ભાવતા પાતિક જાય છે, પ્રતિહાર્યની શોભા કહું હવે ભલી પરે રે લોલ. ૨ હાંરે માંરે વૃક્ષ અશોકે સુર પુષ્પ વૃષ્ટિ ઘણું હોય છે, દિવ્ય દવનિ સુર ચામર વિજયે ઘણાં રે લેલાં હરે મારે આસન ને ભામંડલ પૂઠે જાય છે, દુંદુભી દેવને છત્રતણી કાંઈ નહી મણ રે લોલ. ૩ હરે મારે જધન્ય થકી પણ કોડ દેવ કરે સેવ જે, કનક કમલ નવ ઉપરે પ્રભુ પગલાં ઠલે રે લોલ, હાંરે મારે ભક્તિ ભાવથી પામે શાશ્વત મેવ જે, ભાવ અવસ્થા વરણવી કહ્યું હવે રે લેલ. ૪ હરે મારે માતા અચિરા વિશ્વસેન મહારાય છે, હતીનાપુર નગર નિવાસી જાણુએ રે લોલ, હારે મારે લંછન પ્રભુ લાખ વર્ષનું આય જે, ચાલીસ ધનુષનું દેહમાન વખાણએ રે લોલ. ૫ હરે માંરે સમચર સ સંસ્થાને શેભિત કાય છે, ચેત્રીશ અતિશય પાંત્રીશ વળી ગુણે ભર્યા રે લોલ હરે મારે દોષ અઢાર રહિત શિવપુરના સાથે જે, આશ્રય કરતાં ભવિજન ભવસાયર તરે રે લોલ. ૬ હરે મારે સૂત્ર ઠાણને કહ્યા નિક્ષેપા ચાર છે, મૂઢમતિ નવિ માને શું કરવું તિસે રે લોલ,