________________
૨૫૦
દેવવંદનમાલા
શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત દિવાલીનાં દેવવંદન, સ્થાપનાચાર્ય આગળ અથવા નવકાર પંચિંદિય વડે પુસ્તકની સ્થાપના સ્થાપીને પ્રથમ ઈરિયાવહી, તસ્સ ઉત્તરી અન્નત્ય કહી એક લેગસ્સનો કાઉસગ્ન કરે અને ન આવડે તે ચાર નવકારનો કાઉસગ્ગ કરી પારી પ્રગટ લેગસ્ટ કહી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરૂં? ઈચ્છ, કહી ગમુદ્રાએ બેસી નીચે પ્રમાણે ચૈિત્યવંદન કરવું.
પ્રથમ ચૈત્યવંદન. વિર જિનવર, વીર જિનવર, ચરમ ચામાસ, નયરી અપાપાયે આવીયા; હસ્તિપાલ રાજન સમાયે, કાર્તિક અમાવાસ્યા રયણીયે, મુહર્ત શેષ નિર્વાણ તાંહિ; સોલ પર દે દેશના, પહત્યા મુક્તિ મોઝાર; નિત્ય દિવાલી નય કહે, મલિયા નૃપતિ અઢાર. ૧
પછી જંકિંચિત નમુત્થણું કહી આભવમખેડા સુધી અર્ધા જ્યવયરાય કહેવા.