________________
દિવાળી પર્વની કથા.
૨૯ આ દીવાલી પર્વ અન્ય સર્વ પર્વોમાં મોટું છે, કારણ કે તે શાસન નાયક શ્રીવીર ભગવાનને પ્રેક્ષકલ્યાણકને દિવસ છે. તે મહા પ્રભાવક છે. વળી શ્રી ગૌતમસ્વામી કેવલજ્ઞાન પામ્યાને દિવસે ઘણા રાજાઓએ દીપોત્સવ કર્યો છે. તેથી આ દીવાલી પર્વ શરૂ થયું છે.”
ગુરૂના મુખમાંથી દીવાલી પર્વની હકીકત જાણીને સંપ્રતિ રાજા પણ દીવાલી પર્વનું આરાધન કરવા લાગ્યા. તેમજ સર્વ લેકે પણ એ પર્વ કરવા લાગ્યા. મિથ્યાત્વીઓને
એ પર્વ કર્મબંધના કારણ રૂપ અને સમકિતી જીવેને કર્મની નિજેરાનું કારણ થયું. એ પ્રમાણે ટુંકાણમાં દીવાળી પર્વની કથા જાણવી.
દિવાળી પર્વ કથા સમાપ્ત
દીવાળીનું ઝરણું.
૧ શ્રી મહાવીર સ્વામી સર્વજ્ઞાય નમઃ ૨ શ્રી મહાવીરસ્વામી પારગતાય નમ: ૩ શ્રી ગૌતમસ્વામી સર્વજ્ઞાય નમ: દરેક પદની વીશ વિશ (૨૦) નવકારવાળી ગણવી.