________________
૨૪૪
દેવવંદનમાલ.
લાવીને મૂકયા તે વખતે રાણીએ ચૌદ મોટાં સ્વપ્ન જોય. ચૈત્ર સુદ તેરસે ભગવાન જન્મ્યા. ઈબ્રો સહિત દેએ જન્મ - ત્સવ કર્યો. પ્રભુ જ્યારથી ગર્ભમાં ઉપન્યા ત્યારથી સિદ્ધાર રાજાને ત્યાં ધન ધાન્યાદિકની વૃદ્ધિ થવાથી વધમાન એ હું તેમનું નામ પાડયું. પ્રભુએ ઘેર ઉપસર્ગો સહન કર્યા, તેથી દેવેએ મહાવીર એવું નામ પાડ્યું. અનુક્રમે યોવન પાયો જશોદા નામે રાજકન્યા પરણ્યા. સુદર્શના નામે એક પુત્રી તેમને થઈ. તેમને નંદિવર્ધન નામે મોટા ભાઈ હતા.
જ્યારે ભગવાન અઠ્ઠાવીસ વર્ષના થયા ત્યારે તેમ છે માત પિતા મરણ પામ્યા. ભગવાન ગર્ભમાં હતા ત્યારે તેમણે એ અભિગ્રહ કર્યો હતો કે માતા પિતા જીવતા હશે ત્યાં સુધી ચારિત્ર લેશું નહિ. એ અભિગ્રહ પૂરો થવાથી મેટા ભાઈના આગ્રહથી બે વર્ષ ઘરવાસમાં રહ્યા. તે વખતે લેકનિક દેએ “હે ભગવન્! ધર્મ તીર્થ પ્રવર્તા” એમ પ્રાર્થના કરી
પ્રભુએ સંવત્સરી દાન આપી કારતક વદ ૧૦ ને દિવસે દીક્ષા લીધી. તે વખતે તેમને ચોથું મન:પર્યવ જ્ઞાન ઉપન્યું. દીક્ષા લીધા પછી સાડાબાર વર્ષ સુધી તપ કરી તે દરમિઆન તેમણે અનેક ઘેર ઉપસર્ગો સહન કર્યો. ત્યાર પછી આજુવાલિકા નદીના તીરે શુકલ ધ્યાન ધ્યાવતાં તેમને કેવલ જ્ઞાન ઉપર્યું. તે વૈશાખ સુદ દશમને દિવસ હતું ?
તે પ્રસંગે દેવોએ સમવસરણની રચના કરી. તે વખતે ઈદ્રભૂતિ વગેરે અગિયાર ગણધર થયા. ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. ત્યાર પછી ત્રીસ વર્ષ સુધી કેવલીપણે વિચ