________________
ચૈત્રી પૂનમના દેવવંદન–પં. દાનવિજ્યજીકૃત
૨૧૯
દ્વિતીય થય જોડે.
શત્રુંજય મહિમા, પ્રગટયો જેહથી સાર ચત્રી પૂનમ દિન, ઓપ્યો એહ ઉદાર; રિસહેર સેવા, શિર વહ ધરી આણંદ તિહુ અણ 'ભવિકૈરવ, વિપિન વિકાસન ચંદ. ૧. જિનવર ઉપદેશે, ભરતાદિક નૃપ છેક; શત્રુંજય શિખરે, ચૈત્ય કરાવ્યાં અનેકઃ તે જિન આરાહ, ભકિત ધરી અતિ છેક; આતમ અનુભાવી, વાધે બુદ્ધિ વિશેષ; શત્રુંજય સિહરે, સમોસર્યા જિનરાજ; આગમ ઉપદેશે, પ્રતિબધી સસમાજ; તે આગમ નિસુણી, ચેત્રી તપ કરે સાર; પુંડરીક મુનીસર પરે, લેહશે જ્યકાર. ગોમુખ ચકકેસરી, શાસન ચિંતાકારી; રિસહેતર સેવા, રસિક વસે સુખધારી; વિમલાચલ સેવક, વિઘન નિવારો માઈ; શ્રી વિજયરાજસૂરિ, શિષ્ય કહે ચિત્ત લાઈ.
૧, ભવ્ય રૂપી કુમુદ. ૨. વન.