________________
૨૦૦
દેવવંદનમાલા
બહ નેહ આણી એહ જાણી, સકલ તીરથ સેહરો; શ્રી ઋષભદેવ જિણુંદ પૂજી, પૂર્વ સવિ દુત હરે; અસુર સુર મુનિરાજ કિન્નર, જાસ દરસન અહિલસે; જેહનું ફરસન કરી ભવિજન, મુકિત સુખમાં ઉલ્લસે. ઢાલ-આદીશ્વર રે. વિહરતા જગમાંહિ રે; સિદ્ધાચલ રે, આવી સમસર્યા ત્યાંહિરે. ત્રુટક
ત્યાંહિ ગણધર પુંડરીકને, ભુવન ગુરુ એમ ઉપદિશે; તુમ નામથી એ તીર્થ કેરો, અધિક મહિમા વધશે; કર્મ સહિ તોડી મેહ મોડી, લહી કેવલ નાણું રે; ચૈત્રી પૂનમ દિવસે ઈશુ ગિરિ, પામશો નિર્વાણ રે. ઢાલ ઈમ નિસુણી રે, શ્રી ગણધર પુંડરીક રે; ભવજલથી રે, અલગુ જિમ પુંડરીક રે; ત્રુટકપુંડરીક પરે જે ભય ન પામે, પરોસહ ઉપસર્ગથી; ક્રોધને મદ માન માયા, જાસયિ રતિ નથી, પંચ કોડિ મુનિવર સંધાતે, તિહાં અણસણ ઉચ્ચરે; અડ કર્મ જાલી દોષ ટાલી, સિદ્ધમંદિર અનુસરે. ૩
૧. કમળ, ૨. સિંહ. ૩. લેશ માત્ર ૪ બાળી.