________________
ચશ્રી પુનમના દેવવંદન–પં. દાનવિજયજીકૃત
૨૦૧
ઢાલ–તદિનથી રે, એ ગિરિનું અતિ બદ્ધિ રે; પુંડરિક ઈતિ રે, નામ થયું (સુ) પ્રસિદ્ધરે; ત્રુટકસુપ્રસિદ્ધ મહિમા ચૈત્રી પૂનમ, દિને જેહને જાણીયે; બહુ ભાવ આણી સાર જાણી, સુગુણ જાસ વખાણીયે; દશ વીશ ત્રીશ ચાલીસને, પચાસ પુષ્પની માલ રે; લોગસ્સ તે તો કાઉસગ્ન થઈ, નમુક્કાર રસાલ રે. ૪ ઢાલ-ફેલ તેતા રે, હેય તેની પ્રદક્ષિણા; ચિત્રી પૂજા રે, ઈણિ વિધ કીજે વિચક્ષણ. ત્રુટકવિચક્ષણુ જિનરાજ પૂજ, પુંડરીક હિયડે ઘરે; શત્રુંજયગિરિવર આદિ જિનવર, નમી ભવસાયર તરો; ઈમ ચિત્રી પૂનમ તણો ઓચ્છવ, જે કરે ભવિ લોય રે; શ્રી વિજયરાજ સૂરદ વિનયી, દાન શિવસુખ હરે. ૫
પછી જયવીયરાય આભવમખેડા સુધી કહેવા. પછી ખમાસમણ દઈ ઈચ્છા સંદિ. ભગવન ચત્યવંદન કરું ? ઈચ્છ, કહી ત્રીજું ચેત્યવંદન કહેવું. તે આ પ્રમાણે–
તૃતીય ચૈત્યવંદન. ચૈિત્રી પૂનમને અખંડ, શશીધર છમ દીપે અંગારક આદિ અનેક, ગ્રહ ગણને આપે
૧ ચંદ્ર